બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 : બટાટા અને લાલ ડુંગળી પક્વતા ખેડૂતો માટે સરકારે અંતે સહાય ના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું.રાજ્ય સરકારે બટાકા અનેલાલ ડુંગળી ની ખેતી કરતા ખેડૂતોને સહાય મેળવવા માટે ક્યાં અરજી કરવી અને કેવી રીતે અરજી કરવી.
આ માહિતીના માધ્યમથી બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023
ગુજરાત સરકારે પ્રતિ કિલો ડુંગળી પર 2 રૂપિયા અને પ્રતિ કિલો બટાકા પર 1 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. બટાકા પકવતા ખેડૂતો સરકારી સહાયના લાભ માટે 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે.
યોજનાનું નામ | બટાટા અને લાલ ડુંગળી માટે સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
યોજનાનો હેતુ | બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
સત્તાવાર પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
જોકે ખેડૂતોએ ઇ-પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને આજથી 31 એપ્રિલ સુધી ખેડૂતો આર્થિક સહાયનો લાભ લઇ શકશે. અરજદારો નીચે મુજબ અરજી કરી શકશે.
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના માટે ડોક્યુમેન્ટ
આધારકાર્ડ
બેન્કની પાસબુક
7/12 અને 8અ ના ઉતારા
રેશનકાર્ડ
મોબાઈલ નંબર
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના માટે ઓનલાઇન અરજી ક્યાં કરવાની રહેશે
તમે જાતે ઘરેબેઠા મોબાઈલ ફોનની મદદથી ઓનલાઈન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફિસે જઈને VCE મારફત પણ અરજી કરી શક્શો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવક ને આપી દેવાની રહેશે.