7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો હવે તમારે ઈ-ધરા કે ઈ-ગ્રામ કેન્દ્ર પર નહિ જવું પડે

ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે.

માહિતી વિષય7/12 અને 8-અ ના દાખલા કઢાવો ઓનલાઇન: AnyRoR 7/12 Utara Online
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRanyror.gujarat.gov.in
Official Website i-ORAiora.gujarat.gov.in

7 12 Utara & 8-A શું છે?

ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન કાઢવવા સેવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકે.

ગ્રામ્ય જમીનનો રેકર્ડ

ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના જમીનના રેકોર્ડ જોવા માટે મહેસૂલ વિભાગની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

➤7/12 ઉતારા : અહીંયા ક્લિક કરો

➤8-અ ઉતારા : અહીંયા ક્લિક કરો

શહેરી જમીનનો રેકર્ડ

શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જવાનું રહેશે. કયા-કયા Urban Land Record ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

➤7/12 ઉતારા : અહીંયા ક્લિક કરો

➤8-અ ઉતારા : અહીંયા ક્લિક કરો

Anyror Gujarat 7/12 Utara અથવા ઓનલાઈન ગુજરાત 7 12 ની માહિતી મેળવવા માટે રાજ્યના નાગરિકોએ તહસીલ કે સરકારી કચેરીના ચક્કર લગાવવા પડતા હતા, પરંતુ anyror.gujarat.gov.in પોર્ટલની મદદથી નાગરિકોએ રાજ્ય તેમના લેપટોપ પર ઘરે બેઠા, તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા ગુજરાત ભુલેખ ઓનલાઈન લેન્ડ રેકોર્ડ્સ ચેક કરી શકો છો.

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો

મહેસૂલ વિભાગના તા-18/11/2021 ના સરકારી ઠરાવ કરીને જાહેર કર્યું છે કે મહેસૂલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવામાં આવે. હવેથી ગામ નમૂના ૬, ૭/૧૨ અને ૮-અ ની નકલો કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી મેળવી શકાશે. 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો હવે તમારે ઈ-ધરા કે ઈ-ગ્રામ કેન્દ્ર પર નહિ જવું પડે નીચે જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

Step 1: સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.

Step 2: AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.

Step 3: તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

Step 4: વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.

Step 5: કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.

Step 6: મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

Step 7: Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.

Step 8: ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.

Step 9: તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.

Step 10: ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.

Step 11: હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.

Step 12: જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

નોંધ:-

A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે.

B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

Step 13: પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ:-

A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.

Step 14: ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.

Step 15: Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.

Step 16: ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.