મફત પ્લોટ યોજના : ગુજરાત રાજ્યના ગામડા વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત મજૂરો તથા ગામડાના કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટ યોજનાની શરૂઆત વર્ષ ૧૯૭૨થી થઇ છે. આ યોજનાને ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ અંતર્ગત આવરી લેવામાં આવી છે. ચાલો તો આ લેખમાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે માહિતી મેળવીએ.
મફત પ્લોટ યોજના
પોસ્ટ ટાઈટલ | મફત પ્લોટ યોજના 2022 ગુજરાત |
પોસ્ટ નામ | મફત પ્લોટ યોજના ફોર્મ |
વિભાગ | પંચાયત વિભાગ ગુજરાત |
લાભ કોને મળશે? | ગામડા વિસ્તારના ગરીબ લોકોને |
રાજ્ય | ગુજરાત |
પરિપત્ર પ્રકાશિત તારીખ | 30/07/2022 |
સત્તાવાર વેબ સાઈટ | panchayat.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓફલાઈન |
મફત પ્લોટ યોજના ફોર્મ 2022
મફત પ્લોટ યોજના ફોર્મ ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો.
આ યોજના નીચે વિના મુલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહિનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.
વિકાસ કમિશ્નર ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે એરજી કરવાનું ફોર્મ, તેનો નમુનો, તલાટી પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.
ગુજરાત મફત પ્લોટ યોજના
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વગરના BPL યાદીમાં નોંધાયેલ મજૂરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના 2022 અમલમાં મુકવામાં આવી છે.
અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીઓએ લાભ લીધેલ છે. રાજ્ય સરકારના પ્રયત્નો ચકે કે આ યોજનાનો લાભ ગરીબ લોકો સુધી વધુમાં વધુ પહોંચે એ માટે ૦૧ મે ૨૦૧૭માં એક ઠરાવ કરીને ગુજરાતમાં મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારાઓ કર્યા છે.
મફત પ્લોટ યોજના ગુજરાત
ગુજરાત રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી મફત પ્લોટ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આથિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળી રહે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને નવો ઠરાવ ૦૧-૦૫-૨૦૧૭ના બહાર પાડવામાં આવ્યો છે.
મફત પ્લોટ યોજના 2022 પુરાવાની યાદી
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પુરાવાઓની જરૂર પડશે. વધુ માહિતી માટે તલાટી મંત્રી શ્રી સંપર્ક કરવો.
અરજી ફોર્મ
રેશનકાર્ડની ઝેરોક્ષ
ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ / આધારકાર્ડની ઝેરોક્ષ
SECCઅ નામની વિગતો
ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેવી વિગતો વાળો)
પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
મફત પ્લોટ યોજના અરજી કરવાની પ્રક્રિયા
મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજીને લગતી તમામ માહિતી માટે આપના ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવો અને અરજી કરો.

મહત્વ પૂર્ણ લીંક
સત્તાવાર પરિપત્ર | અહીં ક્લિક કરો |
ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?
મફત પ્લોટ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને મળશે.
મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે
મફત પ્લોટ યોજના ગુજરાત ક્યાં વિભાગ હેઠળ આવે છે?
પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય
મફત પ્લોટ યોજના ફોર્મ વિશે જણાવો?
વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.
નોંધ : તમે આ લેખ Cojective.online ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ પોસ્ટ માત્ર તમને માહિતી મળી રહે તેના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
આ પોસ્ટમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આપેલ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે કારણકે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.