મહાશિવરાત્રિ પર ઘરે બેઠા કરો સોમનાથ દાદાના દર્શન કરવા અહી ક્લિક કરો

12 જ્યોતિર્લિગમાંથી પહેલા સ્થાને સોમનાથ મંદિર આવે છે. આ જ્યોતિર્લિગના સંબંધમાં માન્યતા છે કે તેની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. મહાશિવરાત્રિના શુભ અવસરે તમે ઘર બેઠા આ રીતે સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરી શકો છો.

આખા દેશના મંદિરોમાં દેવોના દેવ મહાદેવના મહાપર્વ એટલેકે મહાશિવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભોલેના ભક્તોની સંખ્યા જોઈને મુખ્ય મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે, તમામ લોકો એવા પણ હોય છે, જે અમુક કારણોને લીધે પાવન પર્વ પર ભોલેના દરબારમાં હાજર થવાનુ ચૂકી જાય છે.

12 જ્યોતિર્લિગમાંથી એક સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરવા દરેક વ્યક્તિ માંગે છે, પરંતુ જો કોઈ કારણોસર તમે દર્શન માટે જઇ શકતા નથી તો ઘર બેઠા પણ દર્શન કરી શકો છો. 

દુનિયાના બીજા નંબરના માઈક્રો-બ્લોગિંગ મંચ કૂ એપ પર સોમનાથ મંદિરે @SomnathTempleOfficial એક લેટેસ્ટ પોસ્ટમાં શિવભક્તો માટે સારી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG તથા સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક ‘@SomnathTempleofficial’, ટ્વીટર ‘@somnath_Temple’, ઇન્સ્ટાગ્રામ-5omnathTempleofficial, યુટ્યુબ somnath Temple – official channel, માધ્યમથી પણ દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગનો લ્હાવો દેશ-વિદેશના ભક્તો પરબેઠા લઇ શકશે.

સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભર્તા ઘરેબેઠા ઓનલાઈન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. પૂજા ટ્રસ્ટની ઉપરોક્ત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે.