Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના 2023 | માનવ કલ્યાણ યોજના ફોર્મ 2023

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. 

ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર માનવ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો માટે માનવ કલ્યાણ યોજના ખૂબ જ ઉપયોગી છે.

માનવકલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ

માનવકલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે,અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામ ને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Manav Kalyan Yojana માટે અરજી કરવા માટે, અરજદારે નીચેના પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજદાર પાસે ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ હોવું આવશ્યક છે.

અરજદારની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

માનવ કલ્યાણ યોજનામાં કઈ સહાય મળે છે?

માનવ કલ્યાણ હેઠળ 28 વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે મુજબ છે.

ક્રમ ટ્રેડનું નામ
1 કડિયા કામ
2 સેન્‍ટિંગ કામ
3 વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
4 મોચીકામ
5 દરજીકામ
6 તકામ
7 કુંભારી કામ
8 વિવિધ પ્રકારની ફેરી
9 પ્લમ્બર
10 બ્યુટી પાર્લર
11 ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13 સુથારીકામ
14 ધોબીકામ
15 સાવરણી સુપડા બનાવનાર
16 દૂધ-દહિં વેચનાર
17 માછલી વેચનાર
18 પાપડ બનાવટ
19 અથાણા બનાવટ
20 ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21 પંચર કીટ
22 ફ્લોર મિલ
23 મસાલા મિલ
24 રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
25 મોબાઈલ રિપેરીંગ
26 પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ)
27 હેર કટિંગ (વાળંદ કામ)
28 રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)

માનવ કલ્યાણ માટે જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ

રેશનકાર્ડ

રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇન્સસ, લીઝ કરાર, ચૂંટણી કાર્ડ )

અરજદારના જાતીનો દાખલો

વાર્ષિક આવકનો દાખલો

અભ્યાસના પુરાવા

બાંહેધરી પત્રક

એકરારનામું

માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Step 1 :- માનવ કલ્યાણ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Step 2 :- ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો

Step 3 :- જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

Step 4 :- “સબમિટ” બટન પર ક્લિક કરો.