Minimum Support Price (MSP)

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે.રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે.

આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી અને લાભ મેળવી શકે છે.

જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે, ખેડાણ કરવા માટે, કે અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી રવી સિઝન એટલે શિયાળુ પાકોના ટેકાના ભાવમાં Minimum Support Price (MSP) વધારો કરવામાં આવ્યો છે.

ચણાના ટેકનો ભાવ રૂ.26 વધીને રૂ.1046 પ્રતિ મણ કરવામાં આવ્યા છે.

ઘઉંના ટેકનો ભાવ રૂ.8 વધીને રૂ.403 પ્રતિ મણ કરવામાં આવ્યા છે.

રાયડાના ટેકાના ભાવમાં પ્રતિ મણ રૂ.80નો વધારો થયો છે. આથી રાયડાનો ટેકાનો ભાવ રૂ.1010 પ્રતિ મણ કરવામાં આવ્યા છે.

મસુરના ટેકાના ભાવ રૂ.80 વધીને રૂ.1100 પ્રતિ મણ કરવામાં આવ્યા છે.

જવના ટેકાના ભાવમાં રૂ.7 વધીને રૂ.327 પ્રતિ મણ કરવામાં આવ્યા છે.

અળસીના ટેકાના ભાવ રૂ.22 વધીને રૂ.1088 પ્રતિ મણ કરવામાં આવ્યા છે.

ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો બે ટકાથી લઇને સાડા આઠ ટકા સુધીનો વધારો ટેકાના ભાવમાં કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વૃધ્ધિ રાયડાના ટેકાના ભાવમાં થઇ છે. જ્યારે સૌથી ઓછી વૃધ્ધિ ઘઉંના ટેકાના ભાવમાં કરવામાં આવી છે.