દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાનનો 13મો હપ્તો (2,000 રૂપિયા) ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. PM કિસાન યોજનાના લાભાર્થીઓને ટૂંક સમયમાં 2,000 રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે.
યોજનામાં નોંધાયેલા ખેડૂતો PM કિસાનના પોર્ટલ પર જઈને લાભાર્થીઓની યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સૌથી વધુ પસંદ કરવામાં આવતી યોજનાઓમાંની એક છે.
આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય તરીકે દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. ખેડૂતો હવે 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
આ પ્રકારે ચેક કરો લિસ્ટમાં તમારું નામ
સ્ટેપ 1: સૌથી પહેલા PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઈટ ખુલ્યા બાદ મેન્યૂ બારમાં જુઓ અને ‘ફાર્મર કોર્નર’ પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે લાભાર્થી સૂચી/બેનીફીશીયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહી પોતાના રાજય, જીલ્લા, ઉપજીલ્લા, બ્લોક અને ગામની જાણકારી દાખલ કરો.
સ્ટેપ 5: હવે તમારે ‘Get Report’ પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમને પોતાની જાણકારી મળી જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરી, સોમવારના રોજ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આઠ કરોડથી વધુ ખેડૂતોને પ્રત્યેક ૨૦૦૦ રૂપિયા જાહેર કરશે. આ યોજના હેઠળ આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹ ૧૬,૮૦૦ કરોડ સીધા જમા કરવામાં આવશે. ભારતીય રેલ્વે અને જલ જીવન મિશન સાથે મળીને PM-KISAN 13મા હપ્તાની ખૂબ જ અપેક્ષિત રકમ પ્રતિષ્ઠિત માલિની ગ્રાઉન્ડ, BS યેદિયુરપ્પા માર્ગ, બેલાગવી, કર્ણાટક ખાતે થશે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ મનોજ આહુજા પણ હાજર રહેશે. આ કાર્યક્રમ બપોરના 3:30 વાગ્યે શરૂ થવાનો છે. આ યોજના હેઠળ 11મો અને 12મો હપ્તો ગયા વર્ષે મે અને ઓક્ટોબરમાં આપવામાં આવ્યો હતો. 13મી હપ્તાની છૂટ સાથે, સરકારે ભારતના ખેડૂતોને ટેકો આપવા અને તેમના આજીવિકાના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા ચાલુ રાખી છે.
જણાવી દઈએ કે અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 12 હપ્તા જારી કરવામાં આવ્યા છે. હવે તમામ ખેડૂતોને 13મા હપ્તાના પૈસા મળશે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી EKYC નથી કર્યું, તો તેને તરત જ કરાવી લો, નહીં તો 13મા હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે.