ખેડૂતોના ખાતામાં આવી ગયા 2 હજાર રૂપિયા, તમારા ખાતામાં જમા થયા કે નહી ચેક કરો

પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. આ યોજના હેઠળ 8 કરોડથી વધુ કિસાનોના ખાતામાં 2 હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર થયા છે. તમારા ખાતામાં જમા થયા કે નહી ઓનલાઈન ચેક કરો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) નો 13મો હપ્તો આજે (સોમવાર) 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરી દીધો છે.  જેમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પહોંચી ગયા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ 16,800 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી છે.  

PM Kisan Yojana નો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા

પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ જારી કરી દેવામાં આવ્યો છે. કિસાનોના ખાતામાં આ રકમ ડીબીટી માધ્યમથી મોકલવામાં આવી છે. કુલ 8 કરોડથી વધુ કિસાનોના ખાતામાં 16 હજાર કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 

PM Kisan Beneficiary માં નામ કેવી રીતે ચેક કરવું

સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.

➤ રૂપિયા જમા થયા છે કે નહિ ચેક કરવા ક્લિક કરો

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો

વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

જણાવી દઈએ કે અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 12 હપ્તા જારી કરવામાં આવ્યા છે. હવે તમામ ખેડૂતોને 13મા હપ્તાના પૈસા મળશે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી EKYC નથી કર્યું, તો તેને તરત જ કરાવી લો, નહીં તો 13મા હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે.

ઓનલાઇન eKYC કેવી રીતે કરવું

step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ની મુલાકાત લો.

step 2 – e-kyc ના વિકલ્પ પર ક્લિક કરો.

step 3 – આધાર નંબર દાખલ કરો.

step 4 – ઇમેજ કોડ દાખલ કરો.

step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.

step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો eKYCની પ્રક્રિયા પૂર્ણ થશે.

બીજી તરફ જો પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. જેને તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને સુધારી શકો છો.

બજાર ભાવ અહીં ક્લિક કરો
ઓનલાઇન eKYC અહીં ક્લિક કરો

નોંધ : આ પોસ્ટ તમને ઉપયોગી માહિતી મળી રહે તે હેતુ ધ્યાનમાં રાખી ને લખવામાં આવેલ છે. જેથી વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો. આ પોસ્ટ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.