કમોસમી વરસાદ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતોને પારાવાર નુકશાની થયાની બૂમરાણ છે. જોકે ભયંકર મુશ્કેલી વચ્ચે એક ખુશીના સમાચાર એ આવ્યા કે, હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કલ્પના ના કરી હોય તેવા ભાવ ઓફર થઇ રહ્યા છે.
માર્કેટયાર્ડમાં શરૂઆતમાં ઉંચામાં ઘઉંનો ભાવ 800 જાહેર થયો અને હવે આ ભાવ વધીને પ્રતિ 20 કિલોના રૂપિયા 901 સુધી પહોંચી ગયો છે. જાણકારોના મતે, પ્રથમ વખત ઘઉંનો ભાવ આટલો ઉંચો બોલાયો છે.
આના લીધે જ દિવસભર ઘઉંની મબલક આવક માર્કેટયાર્ડમાં જોવા મળી રહી છે. પ્રતિદિન હિંમતનગર માર્કેટયાર્ડમાં 14 હજારથી વધુ બોરી ઘઉંની આવક થઇ હોવાનુ માર્કેટયાર્ડના સત્તાધીશોએ જણાવ્યુ હતું.
શનિવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં પ્રતિ મણે ઘઉંનો ભાવ રૂપિયા 901 ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. ચાલુ વર્ષે ઘઉંનો ભાવ લગભગ હજારની નજીક પહોંચી જશે તેવી શક્યતા નહોતી અને બીજો કૃષિ પાક કર્યો છે તેવા ખેડુતો પણ ચોંકી ગયા અને ખેતરોમાં અમુક વિઘા ઘઉંનું વાવેતર કર્યું હોત તો સારું હતું તેવું વ્યક્ત કરી રહ્યા છે.
2000 રુપિયાનો હપ્તો અત્યાર સુધી તમારા ખાતામાં આવ્યો નથી, તો કરો આ કામ મળશે પૂરી રકમ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર પોતે ભોગવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ સીમાંત અને નાના ખેડૂતોની આવક વધારવાનો છે. કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2018માં શરૂ કરી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકારે પીએમ કિસાન માટે 13 હપ્તા જાહેર કર્યા છે. આ માટે સરકારે 2 લાખ 40 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
જો કે, ઘણા ખેડૂતો કહે છે કે 13મા હપ્તાના પૈસા હજુ તેમના ખાતામાં આવ્યા નથી. પરંતુ હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ખેડૂત છો અને તમે આ યોજના હેઠળ નોંધાયેલા છો, તો તમારા ખાતામાં પૈસા ચોક્કસપણે આવશે. આ માટે તમારે કેટલીક ભૂલો સુધારવી પડશે.
રિપોર્ટ અનુસાર, જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી, તેમણે આ કામ જલ્દી પૂરું કરવું જોઈએ. કારણ કે આ કારણે પણ તમારા ખાતામાં પૈસા આવ્યા નથી. તેમજ બેંકની ખોટી વિગતો ભરવા અને ખાતા સાથે આધાર લિંક ન કરવાને કારણે અનેક ખેડૂતોના પૈસા રોકી દેવામાં આવ્યા છે.
આ કિસ્સામાં, ખેડૂત ભાઈઓ, PM કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.go.in પર જાઓ અને તરત જ બેંક વિગતોમાં સુધારો કરો અને આધાર નંબરને બેંક ખાતા સાથે લિંક કરો. જેમ તમે આ કરશો, 14મા હપ્તા સાથે તમારા ખાતામાં તમામ પૈસા આવી જશે.
ઈ-કેવાયસી કરવા માટે | અહી ક્લિક કરો |
લીસ્ટમાં નામ જોવા માટે | અહી ક્લિક કરો |
જમા થયો છે કે નહી ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
તમે તમારા પ્રશ્નો PM કિસાન યોજના (PM Kisan Helpline) ના હેલ્પલાઇન નંબર – 155261 અથવા 1800115526 (Toll Free) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. તમે ઈ-મેલ ID દ્વારા પણ સંપર્ક કરી શકો છો. તમારી ફરિયાદ (pmkisan-ict@gov.in) પર મેઇલ કરો.