શું તમને પણ આધારકાર્ડ પર છપાયેલો ફોટો પસંદ નથી! ફક્ત આટલી ફી ચૂકવી સરળતાથી અપડેટ કરી શકશો

અંગત માહિતી જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, ઉંમર, લિંગ, મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસ ઓનલાઈન અપડેટ કરી શકાય છે પરંતુ બાયોમેટ્રિક ડેટા જેમ કે રેટિના સ્કેન, ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ ફક્ત આધાર નોંધણી કેન્દ્રો પર જ અપડેટ કરી શકાય છે. 

ઘણી વખત લોકોને આધારકાર્ડમાં રહેલા તેમના ફોટોથી વાંધો હોય છે. નાનપણની ફોટો વયસ્ક થયા બાદ પણ આધારકાર્ડ પર રહે છે. ઘણા લોકો આ ફોટોને બદલવા માંગતા હોય છે. જો તમને આધાર પર છપાયેલ તમારો ફોટો પસંદ નથી અને તમે તેને બદલવા માંગો છો, તો તેના માટે પણ એક પ્રક્રિયા છે.

આધારકાર્ડ ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને આપવામાં આવેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આમાં વ્યક્તિની અંગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા હોય છે. 

આ રીતે આધારકાર્ડમાં ફોટો અપડેટ કરી શકાય છે

1. સૌથી પહેલા આધાર અપડેટ ફોર્મ ભરો. આ ફોર્મ UIDAIની વેબસાઈટથી ડાઉનલોડ કરી શકાય છે અથવા કોઈપણ આધાર નોંધણી કેન્દ્ર પર સરળતાથી મળી રહે છે.

2. ફોર્મ ભરી આધાર નોંધણી કેન્દ્ર પર જાઓ. આ ફોર્મને જમા કરાવી ફિંગરપ્રિન્ટ અને આઇરિસ કેપ્ચર જેવી બાયોમેટ્રિક ડીટેલ્સ પ્રદાન કરો.

3. તમારી ફોટોને લાઈવ કેપ્ચર કરવામાં આવશે. આ અપડેટ માટે તમારે 100 રૂપિયા ચુકવવા પડશે. તે બાદ અપડેટ રિક્વેસ્ટ નંબરની રિસીટ જનરેટ થશે. આ પ્રક્રિયામાં 90 દિવસનો સમય લાગી શકે છે.

4. આધાર ડેટા અપડેટ થવા બાદ તમે UIDAIની વેબસાઈટ પરથી ઈ-આધારકાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકો છો.