રાજ્યનાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી રાજ્યનાં 58 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 2.15 ઈંચ, રાણાવાવમાં 2 ઈંચ, ડીસામાં 2 ઈંચ, બોડેલીમાં 1.30 ઈંચ, જ્યારે ગોંડલમાં પણ 1.30 ઈંચ વરસાદ નોંધાવા પામ્યો હતો.
રાજ્યનાં 90 તાલુકાઓમાં સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જામનગર, ધંધૂકા તેમજ જોટાણામાં પડ્યો હતો.
શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશેઃહવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જે બાદ 2 દિવસ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.
તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના કાંઠાના શહેરો જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તો ભાવનગર, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આવનારા 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. તો શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેલ એલર્ટ જાહેર કરાયું છે.
તમારા જિલ્લાનું હવામાન જોવા અહી ક્લિક કરો
Source and credit by vtv દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે સુરતમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.. તો શહેરના અન્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડ્યા હતા. કામરેજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ પડ્યો હતો.