પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ? ઓનલાઇન – ઓફલાઇન | How To Apply For Pan Card Online In Gujarati

પાન કાર્ડ એ ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે લોકો માટે આ દિવસોમાં પાન કાર્ડ માટે અરજી કરવી વધુ સરળ બનાવી દીધી છે કારણ કે હવે તેઓ પાન કાર્ડ ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ નવા પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. જે લોકોએ પોતાનું પાનકાર્ડ ગુમાવ્યું છે તે પણ કાર્ડ ફરીથી Reprint માટે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા NSDL અથવા UTIITSL પાસેથી E-Pan મેળવી શકે છે. અને પાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો.

ચાલો પાન કાર્ડ માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન કેવી રીતે અરજી કરવી તેની ચર્ચા કરીએ. (nsdl pan card apply online)

પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ? | How To Apply For Pan Card Online – Step By Step Process

STEP 1: સૌપ્રથમ તમારે NSDL ની વેબસાઈટ પર જવાનું રહેશે.

https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html

તમને બે ઓપ્શન દેખાશે જેમાં Apply Online અને Registered User  છે. જો તમેં એક નવી અરજી કરો છો તો Apply Online પર ક્લિક કરવું અને જો તમે એક વખત registration કરેલું છે અને Token number મળી ગયા છે તો તમે Registered User પર ક્લિક કરી ને લોગીન કરવું.

STEP 2: લિંક પર ક્લિક કર્યાબાદ તમને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.

Application Type માં તમારે જે લાગુ પડે તે select કરવાનું રહેશે. અને Category માં જે લાગુ પડે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે એક વ્યક્તિ માટે pan card માટે અરજી કરો છો તો Individual select કરવું.

STEP 3: Application Form ભર્યા પછી તમને એક Token નંબર મળશે જે તમારે સાચવી ને રાખવા જેના દ્વારા તમે આગળ તમે Login કરી શકો છો Step 1 માં દર્શાવ્યા પ્રમાણે Registered User પર ક્લિક કરી ને ફરીથી લોગીન કરી શકો છો.

ત્યારબાદ Continue With Application Form ક્લિક કરવું.

STEP 4: હવે તમારે અહીંયા ત્રણ રીતે PAN CARD બનાવી શકો છો. તમારે પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી છે તે સિલેક્ટ કરવાનું રહેશે.

1) Submit Digitally Through E-Kyc and E-sign
જો તમે આ option select કરશો તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં.
પરંતુ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. અને આધાર કાર્ડ માં જે વિગતો અને ફોટો હશે તે જ વિગતો તમને પાન કાર્ડ માં જોવા મળશે.

2) Submit Scan Images Through E-sign
આ option select કરવા થી તમારે પાસપોર્ટ સાઈઝ ફોટો ,સિગ્નેચર અને કોઈ પણ એક પ્રૂફ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આ પ્રોસેસ માં પણ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો જ તમે ઓનલાઇન પાન કાર્ડ બનાવી શકો છો.

3) Forward Application Documents Physically
આ પ્રોસેસ માં તમારે ફોર્મ ભરી ને તમારે ફોર્મ ની પ્રિન્ટ કઢાવી ને સાથે ડોક્યુમેન્ટ્સ લઈ ને નજીક ના સેંટર માં જઇ ને ફોર્મ જમા કરવાનું રહેશે

આપણે અહીંયા 2. Submit Scan Images Through E-sign દ્વારા પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરીશું.

ત્યારબાદ તમારે તમારી personal details ભરવાની રહેશે.

STEP 5: ત્યારબાદ તમારે Contact and Other Details ભરવાની રહેશે જેમાં સરનામું અને કોન્ટેક્ટ details હશે.

STEP 6: અહીંયા તમારે AO CODE type કરવાનો રહેશે 

જો તમને AO Code ખ્યાલ ન હોઈ તો State અને city select કરી ને પણ કરી શકો છો. જેમાં તમારે લાગુ પડતા વિસ્તાર અને કમાણી ની અંદર આવતા ઓપ્શન select કરવાના રહેશે.

STEP 7: હવે તમારે અહીંયા પાન કાર્ડ ની ઓનલાઇન પ્રોસેસ પુરી થઈ ગઈ છે તો તમારે હવે Confirm details કરવાની રહેશે તેના માટે આધાર કાર્ડ ના આગળ ના 8 અંક દાખલ કરવાના રહેશે.

અને details confirm માટે નીચે Edit અને Confirm ના ઓપ્શન આવશે. જો તમારે details ચેક કરવાની રહેશે જો કાઈ ભૂલ હોઈ તો તમે edit કરી શકો છો નહીંતર Confirm પર ક્લિક કરવું.

STEP 8: DETAILS CONFIRM કર્યા બાદ તમારે PAYMENT કરવાનું રહેશે. જે તમે Demand Draft ,Paytm એન્ડ UPI કે પછી નેટ બેન્કિંગ દ્વારા payment કરી શકો છો.

પાન કાર્ડ ઓનલાઇન માટે Fees 106.90 રૂપિયા છે. ઉપર મુજબ તમે અલગ અલગ રીતે Fees ભરી શકો છો.

STEP 9: PAYMENT કર્યા બાદ તમારે આધાર કાર્ડ માટે Authenticate પર કિલક કરવાનું રહશે અને તમારા આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર પર OTP આવશે.

જે otp આવે તે અહીંયા Enter કરવાનો રહેશે.

STEP 10: OTP દાખલ કર્યા બાદ Continue With eSign પર ક્લિક કરવાનું રહશે.

ઓનલાઇન પાનકાર્ડ માટે અહી ક્લિક કરો

ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે જે ફરીથી તમારા આધાર રજીસ્ટર મોબાઈલ માં OTP આવશે એ દાખલ કરવો. અને CONFIRM પર ક્લિક કર્યા બાદ તમારા પાન કાર્ડ માટે ની ઓનલાઇન અરજી પ્રક્રિયા અહીં પુરી થશે.

PROCCESS પુરી થયા પછી તમને એક PDF જોવા મળશે જેનો પાસવર્ડ થી secure હશે અને તેનો password તમારી birth date હશે.

ઉદાહરણ: DDMMYYYY
તમારી જન્મતારીખ 15-09-1990 છે તો તમારો PASSWORD 15091990 થશે.

જેમાં તમને ફોર્મ જોવા મળશે AKNOWLEDGEMENT NUMBER મળશે જે ફોર્મ તમારે સાચવી ને રાખવું.

તમે PAN CARD નું STATUS પણ ચેક કરી શકો છો કે તમારું PAN CARD DELIVERY માટે ક્યારે નીકળ્યું અને તમારી પાસે ક્યારે પહોંચશે.

જો તમને આ આર્ટિકલ માં ખબર પડી જ ગઈ હશે કે પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તો તમે આ આર્ટિકલ ને તમારા દોસ્ત કે જેને જરૂર હોય તેની સાથે share કરી શકો છો.

પાન કાર્ડ ઓનલાઇન અરજી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન ૧ : પાન કાર્ડ ઓનલાઇન અરજી કર્યા બાદ કેટલા દિવસ માં ઘરે આવી જશે ?

જવાબ : પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કર્યા બાદ 10-15 દિવસ માં ઘરે આવી જશે. 

પ્રશ્ન ૨ : એક કરતા વધુ પાન કાર્ડ બનાવી શકાય ?

જવાબ : એક કરતા વધુ પાન કાર્ડ રાખવા એ સજાપાત્ર ગુનો છે. આવા કિસ્સાઓમાં, તે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272 B હેઠળ રૂ. 10,000ના દંડ પણ થઈ શકે છે.

પ્રશ્ન ૩ : PAN બની ગયા પછી તે કેટલા સમય માટે માન્ય છે?

જવાબ :  Permanent Account Number PAN જીવનભર માટે માન્ય છે. એકવાર તે વપરાશકર્તાને જારી કરવામાં આવે, તે તેના જીવનકાળ દરમિયાન બદલાશે નહીં.

પ્રશ્ન ૪ : ઓનલાઇન પાન કાર્ડ બનાવવા માટે કેટલી ફી છે ?

જવાબ :  Source and credit by infogujarati પાન કાર્ડ બનાવવા માટે તમારે ૧૦૭ રૂપિયા ફી ચૂકવવાની રહેશે. (ઓનલાઇન કે ઓફલાઇન બંને જગ્યા એ).

Leave a Comment