પીએમ કિસાન નિધિ પર આવ્યું સૌથી મોટું અપડેટ, 15માં હપ્તાને લઈને લીધો સૌથી મોટો નિર્ણય

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે ભારત સરકાર પણ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોને સહાય કરીને દેશના કૃષિ ક્ષેત્રને આગળ ધપાવવા સરકાર પણ પ્રયાસ કરી રહી છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા અમીલ યોજના પ્રધાનમંત્રી કિસાન નિધિ અંગે મોટું અપડેટ આવ્યું છે.

સરકારે 14મા હપ્તાના નાણાં દેશભરના લગભગ 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. 27 જુલાઈના રોજ પૈસા ટ્રાન્સફર થયાના લગભગ 10 થી 12 દિવસ પછી, આગામી હપ્તા માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ આ માટે અરજી કરી શકો છો.

નોંધણી કરવા માટે, તમારે પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં તમને ફાર્મર્સ કોર્નરનું ટેબ દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, New Former ના વિકલ્પ પર ક્લિક કરીને પોતાને રજીસ્ટર કરો.

અહીં તમારે ગ્રામીણ ખેડૂત નોંધણી અથવા શહેરી ખેડૂત નોંધણીનો વિકલ્પ કાળજીપૂર્વક પસંદ કરવો પડશે. આ પછી, તમારો આધાર, મોબાઇલ નંબર દાખલ કર્યા પછી, તમારું રાજ્ય પસંદ કરો. હવે Get OTP પર ક્લિક કરો અને અહીં OTP દાખલ કરો.

OTP દાખલ કર્યા પછી, પ્રક્રિયા માટે નોંધણી વિકલ્પ પર જાઓ. અહીં માંગેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક આપો. આ પછી આધાર ઓથેન્ટિકેશન માટે આગળ વધો. અહીં તમારા દસ્તાવેજો અપલોડ કર્યા પછી સેવ બટન પર ક્લિક કરો. એપ્લિકેશન સ્વીકાર્યા પછી, તમે સ્ક્રીન પર એક સંદેશ જોશો.

તમને જણાવી દઈએ કે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી.

જેમાં ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 14 હપ્તા મોકલવામાં આવ્યા છે.

નોંધણી કરવા અહી ક્લિક કરો

Leave a Comment