UIDAI સમયાંતરે આધાર વિગતો અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરતું રહે છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી રીતે નોંધાયેલી છે અને તમે તેને સુધારવા માંગો છો.
વાસ્તવમાં, UIDAIએ નાગરિકોને તેમના આધાર કાર્ડને મફતમાં ઑનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપી છે. સામાન્ય રીતે આધારની વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે.
લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UIDAIએ આધાર કાર્ડમાં અપડેટને થોડા સમય માટે ફ્રી કરી દીધું છે. હવે આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં. તેમજ જો તમે આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરો છો, તો તમારે હજુ પણ 50 રૂપિયા ચૂકવવા પડશે.
14 જૂન સુધી તક
આધારને 14 જૂન 2023 સુધી નિઃશુલ્ક ઑનલાઇન અપડેટ કરી શકાશે. આ દરમિયાન, તમે તમારા આધાર કાર્ડ પર નામ, સરનામું અને જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરી શકશો. UIDAI 10 વર્ષથી વધુ જૂના આધાર કાર્ડ ધારકોને પણ તેમની વિગતો અપડેટ કરવા અપીલ કરી રહ્યું છે.
આ રીતે આધાર ઓનલાઈન અપડેટ કરો
Step 1 :- UIDAI ના સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાઓ. https://ssup.uidai.gov.in/ssup/
Step 2 :- ‘લોગિન’ પર ક્લિક કરો અને તમારો અનન્ય 12 અંકનો આધાર નંબર અને પ્રદાન કરેલ કેપ્ચા કોડ દાખલ કરો. પછી ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો અને તમારા આધાર લિંક્ડ મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો.
Step 3 :- હવે સેવાઓ ટેબ હેઠળ ‘અપડેટ આધાર ઓનલાઈન’ પસંદ કરો.
Step 4 :- હવે ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ પર ક્લિક કરો અને તમે જે વિગતો બદલવા માંગો છો તેને પસંદ કરો.
આધારકાર્ડ અપડેટ કરવા અહી ક્લિક કરો
Step 5 :- આધાર કાર્ડમાં તમારું હાલનું નામ તમારી સ્ક્રીન પર દેખાશે. ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે જે ફેરફાર કરવા માંગો છો તે કરી શકો છો.
Step 6 :- કરેલા ફેરફારોની પુષ્ટિ કરો. તમારી માહિતી અપડેટ કરવામાં આવશે.