હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી, આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

જિલ્લા વાઈસ આગાહી જોવા અહી ક્લિક કરો

તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 

રાજ્યમાં ગઈકાલે 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ જામનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.  પાટણનાં હારીજમાં અઢી ઈંચ,  ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

Leave a Comment