જાણી લેજો કે આખા અઠવાડિયાનું હવામાન કેવું રહેશે

હવામાન વિભાગે વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પરંતુ વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ ચાલુ અઠવાડિયામાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજના દિવસે ભારેથી અતિભારે તથા આગામી દિવસોમાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે આજના દિવસમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છનો સમાવેશ થાય છે.

11 તારીખ હવામાન આગાહી

તારીખ 11મી જૂને રાજ્યમાંથી વરસાદ એક દિવસ માટે વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે, આ દિવસે પણ લગભગ કેટલાક ભાગમાં હળવો વરસાદ રહી શકે છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. આ દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ નથી.

12 તારીખ હવામાન આગાહી

12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગનો સમાવેસ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

13 તારીખ હવામાન આગાહી

ચોથા દિવસે એટલે કે 13 જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

14 તારીખ હવામાન આગાહી

14મી જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

તમારા ગામનું હવામાન જોવા અહી ક્લિક કરો

15 તારીખ હવામાન આગાહી

15 અને 16 તારીખ એટલે અઠવાડિયાના અંતમાં પણ સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દિવસોમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે.

તમારા ગામનું હવામાન જોવા અહી ક્લિક કરો

Leave a Comment